મારું ઘર પ્રાર્થનાનું ઘર કહેવાશે; પણ તમે તેને લૂંટારાઓની ગુફા બનાવી છે.
માથ્થી ૨૧:૧૩
ઈસુએ જ્યારે જોયું કે પવિત્ર મંદિરમાં વેપાર અને લાલચ ચાલે છે, ત્યારે તેમણે ગુસ્સામાં મંદિર સાફ કર્યું હતું. આપણું શરીર પણ 'પવિત્ર આત્માનું મંદિર' છે. શું આપણા આ આંતરિક મંદિરમાં પાપ, લાલચ કે દુન્યવી વિચારોનો વેપાર ચાલે છે? પવિત્ર સોમવાર આપણને આત્મનિરીક્ષણ કરવા પ્રેરે છે. ઈસુ ઈચ્છે છે કે આપણું જીવન શુદ્ધ હોય અને આપણું હૃદય માત્ર પ્રાર્થના અને ભક્તિ માટે ફાળવાયેલું હોય. જે રીતે ઈસુએ મંદિર સાફ કર્યું, તેમ આજે આપણે આપણા જીવનમાંથી અશુદ્ધિઓ દૂર કરવા માટે તેમને આમંત્રણ આપવું જોઈએ.
જઆજે તમારા મનમાંથી એવા વિચારો અને આદતોને દૂર કરો જે તમને પ્રાર્થનામાં અડચણરૂપ બને છે. પવિત્ર આત્માને કહો કે તે તમારા હૃદયને શુદ્ધ કરે.
હે શુદ્ધિ કરનાર પ્રભુ, મારા હૃદયના મંદિરમાંથી દરેક અશુદ્ધિ દૂર કરો. મારું જીવન તમારી પ્રશંસાનું સ્થાન બને અને હું પવિત્રતામાં જીવું તેવું કરો. આમીન.