8:12. હું જ્ઞાન છું, વિવેકબુદ્ધિ મારી સાથે રહે છે, અને હું જ્ઞાન અને ચતુરાઇ ધરાવું છું.
1:1. ઇસ્રાએલના રાજા દાઉદના પુત્ર સુલેમાનનાં નીતિવચનો:
1:2. વ્યકિત માટે આ પુસ્તકનો હેતુ છે કે તે જ્ઞાન અને શિક્ષણ મેળવે, જેનાથી તે ઊંડી સમજ આપે તેવા શબ્દો સમજી શકે.
1:3. કે તેને વિચાર પૂર્વકની વર્તણૂકની, સારા વિવેકની અને ન્યાયની કેળવણી મળે.
1:4. ભોળા માણસો ચતુર બને, યુવાનોને જ્ઞાન તથા વિવેકબુદ્ધિ મળે.
1:5. જો ડાહ્યો માણસ સાંભળશે તો તેનું ડહાપણ વધશે. અને સમજુ માણસને દોરવણી મળે.
1:6. તેઓ કહેવતો અને ષ્ટાંતો જ્ઞાનીઓના વચનો અને તેમના કોયડાઓ પણ સમજી શકશે.
14:15. જ્ઞાની માણસ બધું માની લે છે, પણ ચતુર માણસ જોઇ જોઇને પગ મૂકે છે.
14:8. ડાહ્યા માણસનું ડહાપણ, વિચારીને કાળજી પૂર્વક પગ મૂકવામાં છે, પણ મૂર્ખની મૂર્ખાઇ તેને ગેરમાગેર્ દોરે છે.
14:28. “જો તમે બુરજ બાંધવા ઈચ્છા રાખો તો, પહેલા બેસીને તેની કિંમત કેટલી થશે તે નક્કિ કરવી જોઈએ. મારી પાસે તે કામ પૂરું કરવા પૂરતા પૈસા છે કે કેમ તે જોવું જોઈએ.
14:29. જો તમે તેમ નહિ કરો તો, તમે કામ તો શરું કરી શકશો, પણ તમે તે પૂરું કરી શકશો નહિ. અને જો તમે તે પૂરું નહિ કરી શકો, તો બધા લોકો જે જોતા હતા તેઓ તમારી મશ્કરી કરશે.
14:30. તેઓ કહેશે; ‘આ માણસે બાંધવાનું તો શરૂ કર્યુ, પણ પૂરું કરી શક્યો નહિ!’
14:31. “જો કોઈ રાજા બીજા રાજાની સામે લડાઇ કરવા જવાનો હશે તો પહેલા બેસીને આયોજન કરશે. જો રાજા પાસે ફક્ત 10,000 માણસો હશે તો તે એમ જોવાની યોજના કરશે કે તે બીજા રાજા પાસે 20,000 માણસો છે તેને હરાવી શકે તેમ છે કે કેમ?
14:32. જો તે બીજા રાજાને હરાવી શકે નહિ, અને હજી તે રાજા ખૂબ દૂર હશે તો પછી તે કેટલાક માણસોને બીજા રાજાને કહેવા મોકલશે અને સમાધાન શાંતિ માટે પૂછશે.
22:3. ડાહ્યો વ્યકિત આફતને આવતી જોઇને સંતાઇ જાય છે. મૂર્ખ વ્યકિત આગળ વધતી રહે છે અને દંડાય છે.
23:1. જ્યારે તું કોઇ અધિકારીની સાથે ખાવા બેસે ત્યારે તું કોની સાથે બેઠો છે તે ધ્યાનમાં રાખજે.
23:2. અને જો તારી ભૂખ પ્રબળ હોય તો તારે ગળે છરી મૂક.
23:3. સ્વાદિષ્ટ વાનગીઓ માટે ઝૂરીશ નહિ, કારણ કે તે ખોરાક છેતરામણો હોય છે.
5:13. આથી, એ કારણે શાણા લોકો તમારી શિક્ષાના ભયંકર દિવસે યહોવા સમક્ષ ચૂપ રહેશે, કેમ કે આ સમય ભૂંડો છે.
12:23. ડાહ્યો પુરુષ જ્ઞાનને છુપાવે છે, પણ મૂર્ખ પોતાની મૂર્ખાઇ છાપરે ચડીને જણાવે છે.
14:18. ભોળા લોકો મૂર્ખાઇનો વારસો પામે છે; પણ ડાહ્યા લોકોને વિદ્યાનો મુગટ પહેરાવવામાં આવે છે.
7:6. જે પવિત્ર છે તે કૂતરાઓની આગળ ના નાંખો અને ભૂંડોની આગળ મોતી ન વેરો. કદાચ તેઓને પગ નીચે કચડી નાંખે અને તમારા તરફ પાછા ફરી તમને ફાડી નાખે.
21:23. જે કોઇ મોં અને જીભ ઉપર કાબૂ રાખે છે તે પોતાની જાતને આફતથી દૂર રાખે છે.
39:1. મેંકહ્યું, “મારા આચાર વિચારની હું સંભાળ રાખીશ; મારી જીભે હું પાપ કરીશ નહિ. જ્યાં સુધી, દુષ્ટો મારી આસપાસ હશે હું મારા મોઢા પર લગામ રાખીશ.”
3:5. એજ પ્રમાણે જીભ પણ એક નાનો અવયવ છે, છતાં તે મોટી વાતો કરવા બડાશ મારે છે.અજ્ઞિની નાની ચીનગારી મોટા જંગલને સળગાવી શકે છે.
3:6. જીભ એક અજ્ઞિની જવાળા જેવી છે. તે આપણા શરીરના અવયવોમાં દુષ્ટતાના જગત જેવી છે. અને આપણા અસ્તિત્વને અસર કરે છે તથા આપણા આખા શરીરને પ્રદુષિત કરે છે, તે નરકમાંથી અજ્ઞિ પ્રાપ્ત કરીને આગની શરુંઆત કરે છે, જે આપણા સમગ્ર જીવનચક્રને અસર કરે છે.
3:7. માણસ પ્રત્યેક પ્રકારના પશુઓ, પક્ષીઓ, પેટે ચાલનારાં અને જળચર પ્રાણીઓને વશ કરી શકે છે અને વશ કર્યા છે પણ ખરાં.
3:8. પણ કોઈ પણ માણસ એવો નથી કે જેણે જીભને કાબુમાં રાખી હોય. તે અંકુશ વિનાની ફેલાતી મરકી છે. જીભ પ્રાણઘાતક ઝેરથી ભરપૂર છે જે મારી શકે છે.
15:5. મૂર્ખ પોતાના પિતાની સૂચનાઓને તુચ્છ ગણે છે; પણ ઠપકાને ગંભીરતાથી લક્ષમાં લેનાર શાણો થાય છે.
6:6. ઓ આળસુ, કીડી પાસે જા; તે કેમ જીવે છે તે જોઇને હોશિયાર થા.
6:7. તેના પર કોઇ મુકાદમ નથી, કોઇ આજ્ઞા કરનાર નથી, કે કોઇ ધણી નથી.
6:8. છતાં તે પાક વખતે પોતાનાં અનાજનો સંગ્રહ કરે છે અને કાપણીની મોસમમાં પોતાનો ખોરાક ભરી રાખે છે.
6:9. ઓ આળસુ. તું ક્યાં સુધી પડ્યો રહીશ? તું ક્યારે ઊંઘમાંથી ઊઠીશ?
6:10. તું કહે છે કે “હજી થોડીક નિદ્રા, થોડીક ઊંઘ, ટૂંટિયાં વાળીને થોડોક આરામ લેવા દો.”
6:11. તો તું જાણજે કે ચોરની જેમ અને હથિયારબંધ ધાડપાડુની જેમ ગરીબી તારા પર ત્રાટકશે.
41:33. તેથી કરીને હવે ફારુને કોઈ બુદ્વિમાંન અને જ્ઞાની પુરુષને પસંદ કરીને મિસર દેશનો વહીવટ સોંપી દેવો જોઈએ.
41:34. દેશભરમાં ફારુને અમલદારો નિયુકત કરવા જોઈએ અને સમૃદ્વિનાં સાત વર્ષ દરમ્યાન મિસરમાંથી પાકનો પાંચમો ભાગ વસૂલ કરવો જોઈએ.
41:35. અને જે સાત સારાં વર્ષ આવે તે દરમ્યાન બધી જ જાતનું અનાજ ભેગું કરવું જ. અને ફારુનના તાબા નીચે પ્રત્યેક શહેરમાં તેને સાચવવું જોઈએ.
41:36. અને મિસરમાં દુકાળનાં જે સાત વર્ષ આવશે, ત્યારે એ અનાજનો જથ્થો કામ આવશે. અને દુકાળથી દેશનો નાશ થતો અટકી જશે.
41:37. આ સલાહ ફારુન અને તેના બધા અમલદારોને પસંદ પડી. તેથી ફારુને પોતાના અમલદારોને કહ્યું.
41:38. “આ યોજનાને પાર પાડવા માંટે યૂસફ યોગ્ય માંણસ છે. એનાથી સારો માંણસ આપણને ન મળે, તેની અંદરનો દેવનો આત્માં તેને ઘણો શાણો બનાવે છે!”
41:39. તેથી ફારુને યૂસફને કહ્યું, “યૂસફ જ આ કામ સંભાળવા માંટે લાયક વ્યકિત છે, આની કરતા વધારે લાયકાતવાળું આપણને કોઇ નહિ મળે. દેવનો આત્માં એનામાં છે, જેનાથી એ ખૂબ બુધ્ધિમાંન છે.
41:40. માંટે તું જ માંરો દેશ સંભાળી લે. તારી આજ્ઞાનું પાલન માંરી બધી જ પ્રજા કરશે. ફકત આ રાજગાદીને કારણે જ હું તારા કરતાં મોટો હોઈશ.
24:27. તારું બહારનું કામ કર, જમીન ખેડ, અને તારું ઘર બાંધ.
25:14. “આકાશનું રાજ્ય એવી વ્યક્તિ જેવું છે કે કોઈ વ્યક્તિ બીજા દેશના પ્રવાસે જતી વખતે તેના નોકરોને બોલાવીને કહે છે કે આ મારી સંપત્તિ, હું જાઉ તે દરમ્યાન તમે સાચવજો.
25:15. તેણે એકને ચાંદીના સિક્કા ભરેલી પાંચ થેલીઓ આપી, બીજાને બે અને ત્રીજા ને એક, તેણે દરેકને તેમની શક્તિ અનુસાર આપી; પ્રવાસ કરવા ચાલી નીકળ્યો.
25:16. જેને ચાંદીના સિક્કાની પાંચ થેલીઓ આપી હતી તે ત્યાંથી ચાલી નીકળ્યો અને એણે તરત જ તે પૈસાનું બીજે રોકાણ કર્યુ. અને બીજી પાંચ થેલી કમાયો.
25:17. જેને બે થેલીઓ મળી હતી તેણે પણ બીજે રોકાણ કયું અને બે થેલી કમાઈ લીધી.
25:18. પણ જે નોકરને એક જ થેલી આપી હતી તે ગયો અને જમીનમાં ખાડો ખોદી પોતાના ધણીના પૈસાની થેલી જમીનમાં દાટી દીઘી.
25:19. “ઘણા સમય પછી તે ધણી પાછો આવ્યો અને નોકરોને પૂછયું કે તેઓએ તેના પૈસાનું શું કર્યુ.
25:20. જેને પાંચ થેલી આપવામાં આવી તેણે બીજી વધારાની પાંચ થેલી લાવી તેના ધણીને આપી અને કહ્યું, ‘તેં મારા પર વિશ્વાસ મૂક્યો તેથી તે પાંચ થેલીઓનો બીજી પાંચ થેલીઓ કમાવવા મેં ઉપયોગ કર્યો.’
25:21. “ધણીએ કહ્યું, ‘તું ખૂબ સારો વિશ્વાસ રાખવા લાયક નોકર છે. તેં થોડા પૈસાનો સારો ઉપયોગ કર્યો છે, તેથી હું તને આના કરતાં પણ વધારે વસ્તુ સાચવવા આપીશ. આવ, અને મારા સુખનો ભાગીદાર બન.’
25:22. “પછી જેને બે થેલીઓ આપવામાં આવી હતી, તે ધણી પાસે આવ્યો અને નોકરે કહ્યું, ‘ધણી તેં મને બે થેલી ભરેલા પૈસા આપ્યા હતા, મેં આ બંને થેલીના પૈસાનો ઉપયોગ કર્યો છે અને હું બીજી બે થેલીઓ વધારે કમાયો છું.’
25:23. “ધણીએ કહ્યું, ‘તેં બરાબર કર્યુ છે. તું ખૂબજ સારો નોકર છે અને તું વિશ્વાસ રાખવા લાયક છે. તેં થોડા પૈસાનો ખૂબ સારો ઉપયોગ કર્યો એટલે હું તને આનાં કરતા પણ વધારે અધિકાર આપીશ, આવ અને મારી સાથે સુખમાં ભાગીદાર થા.’
25:24. “પછી જેને એક થેલી આપવામાં આવી હતી, તે નોકર ધણી પાસે આવ્યો અને ધણીને કહ્યું, “હું જાણું છું કે તું ખૂબજ કડક માણસ છે. તેણે કહ્યું, ‘જ્યાં તેં નથી વાવ્યું ત્યાંથી પાક લણનાર, અને જ્યાં તેં નથી વેર્યુ, ત્યાંથી એકઠું કરનાર છે.
25:25. તેથી મને ખૂબજ બીક લાગી અને તારી પૈસાની થેલી લઈને હું ગયો અને જમીનમાં સંતાડી દીધી. તેં મને જે ચાંદીના સિક્કાની થેલી આપી હતી, તે પાછી લે.’
25:26. “ધણીએ કહ્યું, ‘તું દુષ્ટ અને આળસુ નોકર છે! તું કહે છે, ‘જ્યાં મેં નથી વાવ્યું ત્યાંથી હું પાક લણું છું અને જ્યાં નથી વેર્યુ ત્યાંથી એકઠું કરું છું.’
25:27. તો મારું ધન તેં બેન્કમાં કેમ ન મૂકયું? જો બેન્કમાં પૈસા મૂક્યાં હોત તો મને વ્યાજ સાથે પાછા મળત.’
25:28. “તેથી ઘણીએ બીજા નોકરોને કહ્યું આની પાસેથી પૈસાની એક થેલી લઈ લો અને જેની પાસે દશ થેલી છે તેને આપી દો.
25:29. દરેક વ્યક્તિની પોતાની પાસે જે છે તેનો તે યોગ્ય ઉપયોગ કરશે તો તેને વધુ આપવામાં આવશે. અને જેને તેની જરુંરિયાત છે તેનાથી પણ અધિક પ્રાપ્ત કરશે અને જેની પાસે છે, તેનો યોગ્ય ઉપયોગ નહિ કરે તો તેની પાસેથી બધું જ છીનવી લેવામાં આવશે.
25:30. તેથી ધણીએ કહ્યું, ‘આ નકામા નોકરને બહારના અંધકારમાં ફેંકી દો જ્યાં લોકોરૂદન કરે છે અને દાંત પીસે છે.’
22:25. કોઇનો જામીન થતો નહિ કે કોઇના દેવાની જવાબદારી લઇશ નહિ.
22:26. જો તારી પાસે દેવું ચૂકવવા માટે કઇં પણ નહિ હોય તો તારી તળેથી તે તારી પથારી લઇ જશે.
6:1. મારા દીકરા, જો તું તારા પડોશીનો જામીન થયો હોય, જો તેં કોઇને બદલે પારકાને માટે કોલ આપ્યો હોય,
6:2. તો તું તારા શબ્દોથી બંધાઇ ચૂક્યો હોય, જો તું વચનોને લીધે સપડાયો હોય,
6:3. તો તારા પડોશીના હાથમાં સપડાયો છે. મારા પુત્ર, તું આટલું કરીને છૂટો થઇ જજે; તું એકદમ જા. તારા પડોશીની આગળ નમી જઇને કાલાવાલા કર.
6:4. સૌથી પહેલા સૂઇશ નહિ. અને તારી પાંપણોને ઢળવા દઇશ નહિ.
6:5. હરણું જેમ શિકારીના હાથમાંથી ભાગી જાય અથવા પંખી જેમ પારધી પાસેથી છૂટી જાય, તેમ તું તારી જાતને છોડાવી લેજે.
5:25. “તારો દુશ્મન તને ન્યાયસભામાં લઈ જાય તો ત્વરીત તેની સાથે મિત્રતા કર, આ તારે ન્યાયસભામાં જતાં પહેલા કરવું અને જો તું તેનો મિત્ર નહિ થઈ શકે તો તે તને ન્યાયસભામાં ઘસડી જશે. અને ન્યાયાધીશ કદાચ તને અધિકારીને સુપ્રત કરશે અને તને જેલમાં નાખવામાં આવશે.
5:26. હું તને સત્ય કહું છું. જ્યાં સુધી તમે તમારું દેવું પૂરે પૂરું ચૂકવશો નહિ ત્યાં સુધી તમે જેલમાંથી છૂટી શકશો નહિ."
25:14. તે દરમ્યાન નાબાલના એક સેવકે નાબાલની પત્ની અબીગાઈલને કહ્યું, “દાઉદે જગંલમાંથી કેટલાક સંદેશવાહકો માંરફતે આપણા ધણીને પ્રણામ કહેવડાવ્યા; પણ એ તેમના પર ઉકળી ઊઠયો.
25:15. પરંતુ એ લોકો અમાંરી સાથે બહુ દયાથી ર્વત્યા હતા. એ લોકોએ અમને કોઈ ઇજા કરી નહોતી અને અમે એમની સાથે ચરામાં હતા ત્યારે અમાંરું કંઈ ખોવાયું નહોતું;
25:16. વળી જયારે અમે ઘેટાં સંભાળતા હતા, ત્યારે રાતદિવસ તેઓ અમાંરું રક્ષણ કરતા હતા.
25:17. તેથી હવે આ બાબતનો સંપૂર્ણ વિચાર કરીને શું કરવું તે નક્કી કરીને કહો. નહિ તો આપણા ઘણીને અને તેમના આખા કુટુંબને મુશ્કેલી નો સામનો કરવો પડશે. નાબાલ એટલો દુષ્ટ છે કે તેની સાથે વાત કરવી અશક્ય છે કે જેથી તે તેનુ મન બદલાવી શકે.”
25:18. એટલે અબીગાઈલે તરત જ 200 રોટલી, દ્રાક્ષારસની બે મશકો, પાંચ રાંધેલાં તૈયાર ઘેટાઁ, એક બુશેલ શેકેલી ધાણી, સો ઝૂમખાં સૂકી દ્રાક્ષ, તથા સૂકાં અંજીરનાં 200 ચકતાં લઈને ગધેડાં ઉપર ચડાવી દીધાં.
25:19. પછી તેણે સેવકોને કહ્યું, “તમે આગળ જાઓ, હું તમાંરી પાછળ આવું છંુ,” અને તેણે પોતાના પતિને કશુ કહ્યું નહિ.
25:20. ગધેડા પર બેસીને તે એક ટેકરી ઉપર વળાંક લેતી હતી, ત્યાં દાઉદ અને તેના માંણસો તેને સામાં મળ્યા.
25:21. દાઉદને થતું હતુ કે, “મેં આ માંણસની મિલકત વગડામાં સાચવી એ ભારે ભૂલ કરી. એનું કશું જ ગયું નહોતું, છતાં એણે ઉપકારનો બદલો અપકારથી વાળ્યો !
25:22. હું જો સવાર સુધીમાં એનો એક પણ માંણસ જીવતો રહેવા દઉં તો દેવનો શાપ માંરા પર ઉતરો.”
25:23. દાઉદને જોતાં જ અબીગાઈલ તરત જ ગધેડા ઉપરથી નીચે ઊતરી. અને દાઉદ સામે નીચંુ મોઢુ કરીને નમી.
25:24. અબીગાઇલ દાઉદના પગે પડી અને કહ્યું “ધણી, જે થયું તેના માંટે મને દોષ આપો. કૃપા કરીને મને તમને કઇંક કહેવા દો. આ તમાંરી દાસી તમને એનઁુ સાંભળવા કહે છે.
25:25. તમે એ દુરાચારી માંણસ ઉપર ધ્યાન આપશો નહિ, એનું નામ નાબાલ છે અને તે એના નામ જેવો જ છે તે ખરેખર એક દુષ્ટ છે. ધણી, તમે કેટલાક માંણસોને મોકલ્યા, પણ મે તેમને જોયા નહિ.
25:26. અને, માંરા માંલિક, યહોવાએ જ આપને ખૂનરેજીથી અને પોતાને હાથે વેરનો બદલો લેવાથી રોકયા છે. હું યહોવાના અને આપના સમ ખાઈને કહું છું કે આપના દુશ્મનો અને આપનું ભૂંડું ઇચ્છનારાઓના હાલ નાબાલ જેવા થશે.
25:27. જે ભેટ આ દાસી લાવી છે તે આપના તાબા હેઠળના માંણસોને આપી દો.
25:28. માંરો જો કોઈ અપરાધ થયો હોય તો ધણી માંફ કરે. યહોવા આપને અને આપનાં વંશજોને સદાને માંટે રાજપદે સ્થાપનાર છે. કારણ કે આપ યહોવાની લડાઈ લડી રહ્યા છો અને જીવન ભર આપને કોઈ આફત આવે તેમ નથી.
25:29. હું કહુ છું, જો કોઈ માંણસ આપની પાછળ પડે અને આપનો જીવ લેવા માંગે, તો આપના દેવ યહોવા આપના જીવનનું રક્ષણ કરશે, પણ યહોવા તમાંરા દુશ્મનોનો જીવ ગોફણમાંથી પથરાની જેમ ફેંકી દેશે.
25:30. અને જયારે યહોવા આપનું ભલું કરવાનાં બધાં વચનો પૂરાં કરશે અને આપને દેવ ઇસ્રાએલના રાજા બનાવશે,
25:31. તમે નિદોર્ષ માંણસની હત્યાંનાં અપરાધી નહિ બનો, તમે આમ પડશો નહિ. અને યહોવા જ્યારે તમને વિજય અને સફળતા આપે ત્યારે તમાંરી આ દાસીને યાદ કરજો.”
25:32. દાઉદે અબીગાઈલને કહ્યું, “ધન્ય છે ઇસ્રાએલના દેવ યહોવાને, જેણે આજે તમને મળવા માંટે મને મોકલી!
25:33. વળી ધન્ય છે તારી ચતુરાઈને અને તને! તેં મને આજે ખૂનરેજીમાંથી અને પોતાને હાથે વેર વાળવામાંથી રોકી લીધો.
25:34. તમને ઇજા કરતાં મને રોકનાર ઇસ્રાએલના દેવ યહોવાના સમ ખાઈને કહું છું કે, જો તું મને અહીં મળવા માંટે વહેલી તકે આવી ન હોત તો સવાર સુધીમાં નાબાલનો એક પણ માંણસ જીવતો રહ્યો ન હોત.”
25:35. ત્યાર પછી દાઉદે તેને માંટે અબીગાઈલ જે લાવી હતી તેનો સ્વીકાર કર્યો અને કહ્યું, “નચિંત થઈને શાંતિથી પાછી ઘરે જા, મેં તારી વાત સાંભળી છે, અને હું તારી વિનંતી માંન્ય રાખું છું.”
32:3. યાકૂબનો ભાઈ એસાવ ‘સેઇર’ પ્રદેશમાં રહેતો હતો. તે અદોમનો પહાડી પ્રદેશ હતો. યાકૂબે એસાવની પાસે ખેપિયાઓને મોકલ્યા.
32:4. યાકૂબે ખેપિયાઓને કહ્યું કે, “માંરા વડીલ એસાવને તમે એવું કહેજો કે, તમાંરો સેવક યાકૂબ કહે છે કે, ‘હું લાબાનને ત્યાં જઈ વસ્યો હતો અને અત્યાર સુધી ત્યાં રહ્યો હતો.
32:5. માંરી પાસે ગાય, બળદ, ગધેડાં, બકરાં, ઘેટાં અને સેવકો મોટી સંખ્યામાં છે. અમને સ્વીકારવાનું કહેવા હું તમને આ સંદેશો મોકલું છું.” ‘
32:6. ખેપિયાઓ પાછા આવીને યાકૂબને કહ્યું, “અમે તમાંરા ભાઈ એસાવ પાસે ગયા હતા. તે તમને મળવા આવી રહ્યો છે. તેની સાથે 400 સશસ્ર યોદ્વાઓ છે.”
32:7. ખેપિયાઓની વાત સાંભળી યાકૂબ ગભરાઈ ગયો. તેણે પોતાની સાથેના બધા માંણસોને બે ટોળીમાં વહેંચી નાખ્યા અને પોતાનાં બધાં જ ઢોરો, ઘેટાંબકરાં અને ઊંટોને પણ બે ભાગમાં જુદા પાડયાં.
32:8. યાકૂબે વિચાર્યુ, “એસાવ આવીને એક ટોળી પર હુમલો કરે, તો બીજી ટોળી ભાગી જઈને બચી જાય.”
32:9. યાકૂબે કહ્યું, “હે માંરા પૂર્વજ ઇબ્રાહિમના દેવ, હે માંરા પિતા ઇસહાકના દેવ! તેં જ મને કહ્યું હતું કે, ‘તારા દેશમાં તારા વતનમાં પાછો જા, હું તારું ભલું કરીશ.
32:10. તેં માંરા પર ધણી કરુણા બતાવી છે. તમે માંરા માંટે જે બધું સારું કર્યુ છે. તે માંટે હું યોગ્ય નથી. મે યર્દન નદી પહેલી વાર ઓળંગી ત્યારે માંરી પાસે ફકત માંરી લાકડી જ હતી, અને અત્યારે માંરી પાસે એટલી બધી વસ્તુઓ છે કે, હું તે બધીને પૂરા બે ભાગમાં અને બે ટોળીમાં વહેંચી શકું.
32:11. હું તમને પ્રાર્થના કરું છું કે, કૃપા કરીને મને માંરા ભાઈ એસાવના હાથમાંથી બચાવો. મને એનો ભય છે કે, રખેને તે આવીને અમને બધાંને, માંરા દીકરાઓને તેઓની માંઓ સુદ્વાંને માંરી નાખે.
32:12. હે યહોવા, તમે મને વચન આપ્યું હતું કે, ‘હું તારું ભલું કરીશ, અને તારા વંશજોને સમુદ્રની રેતીના રજ જેટલા બનાવીશ કે, જેને કોઈ ગણી ન શકે.
32:13. તે રાત્રે યાકૂબે ત્યાં જ મુકામ કર્યો. યાકૂબે પોતાની પાસે જે કાંઈ હતું તેમાંથી કેટલીક વસ્તુઓ પોતાના ભાઈ એસાવને ભેટ આપવા પસંદ કરી:
32:14. બકરીઓ 200, બકરાઓ 20,અને 200 ઘેટીઓ, 20 ધેટા,
32:15. ઊઁટડીઓ 30, તેઓના બચ્ચાં સાથે, તથા 40 ગાયો અને 10 ગોધાઓ, 20 ગધેડીઓ અને 10 વછેરા.
32:16. આ બધાં તેણે જુદાં જુદાં ટોળાંમાં પોતાના નોકરોને સોંપ્યાં અને કહ્યું, “માંરી આગળ ચાલો, અને એક ટોળાં અને બીજા ટોળાં વચ્ચે જગ્યા રાખજો.”
32:17. યાકૂબે તેમને હુકમ કર્યો અને પ્રાણીઓના પહેલા ટોળા સાથેના સેવકને સૂચના આપી કે, “જો માંરો ભાઈ એસાવ તમને મળે અને પૂછે કે, ‘તમે કોના સેવક છો? તમે કયાં જાઓ છો? અને આ તમાંરી આગળનાં ઢોરનાં માંલિક કોણ છે?’
32:18. ત્યારે જવાબ આપજો, ‘એ તો આપના સેવક યાકૂબનાં છે, અને એના વડીલ એસાવ માંટે ભેટમાં મોકલ્યાં છે; અને યાકૂબ પોતે અમાંરી પાછળ જ આવે છે.‘
32:19. એ જ રીતે તેણે ઢોરોના ટોળાં પાછળ ચાલતા બીજા માંણસને, ત્રીજા માંણસને અને બધાં જ માંણસોને સૂચના આપી કે, “જયારે તમે લોકો એસાવને મળો ત્યારે આ એક જ વાત કહેજો.
32:20. વધુમાં કહેજો કે, ‘આ તમાંરી ભેટ છે, અને આપનો સેવક યાકૂબ પણ લોકોની પાછળ આવી રહ્યો છે.”‘યાકૂબે વિચાર્યુ, “જો હું આ માંણસોને ભેટ સાથે આગળ મોકલું તો શકય છે કે, કદાચ એસાવ મને માંફ કરે અને માંરો સ્વીકાર કરે.”
32:21. એટલા માંટે યાકૂબે એસાવને ભેટ તેની આગળ આગળ મોકલી પરંતુ યાકૂબ પોતે તે રાત્રે પોતાની છાવણીમાં જ રહ્યો.
14:5. કેટલાક બિનયહૂદિ લોકો, કેટલાક યહૂદિઓ, અને તેઓના યહૂદિ અધિકારીઓએ પાઉલ અને બાર્નાબાસને ઇજા પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. આ લોકોની ઈચ્છા તેઓને પથ્થરોથી મારી નાખવાની હતી.
14:6. જ્યારે પાઉલ અને બાર્નાબાસે આ સંબંધી જાણયું. ત્યારે તેઓએ તે શહેર છોડયું, તેઓ લુસ્ત્રા અને દર્બેમાં લુકોનિયાના શહેરોમાં અને તેની આજુબાજુના શહેરોના વિસ્તારમાં ગયા.
14:7. તેઓએ ત્યાં પણ સુવાર્તા પ્રગટ કરી.
12:14. ફરોશીઓ ત્યાંથી ચાલ્યા ગયા અને ઈસુને મારી નાખવાની યોજના બનાવી.
12:15. ફરોશીઓ શું કરવાના છે, તેની ઈસુને જાણ થઈ. તેથી ઈસુ તે જગ્યા છોડી ચાલ્યો ગયો. ઘણા લોકો તેની પાછળ ગયા. ઈસુએ બધા જ બિમાર લોકોને સાજા કર્યા.
12:16. ઈસુએ લોકોને ચેતવણી આપી કે તે કોણ હતો, તે બીજા લોકોને કહેવું નહિ.
9:23. ઘણા દિવસો પછી, યહૂદિઓએ શાઉલને મારી નાખવાની યોજના કરી.
9:24. યહૂદિઓ રાતદિવસ શહેરના દરવાજાએ ચોકી કરતા અને શાઉલની રાહ જોતા. તેઓ તેને મારી નાખવા ઈચ્છતા હતા. પરંતુ શાઉલે તેઓની આ યોજનાના સંદર્ભમાં જાણ્યું.
9:25. એક રાત્રે શાઉલે જે કેટલાક શિષ્યોને શીખવ્યું હતું તેઓએ તેને શહેર છોડવા માટે મદદ કરી. શિષ્યોએ શાઉલને ટોપલામાં મૂક્યો. તેઓએ શહેરની દીવાલના બાકોરામાંથી ટોપલાને ઉપરથી નીચે ઉતાર્યો.
26:26. પછી અબીમેલેખ ગેરારથી ઇસહાકને મળવા આવ્યો, તે તેની સાથે પોતાના સલાહકાર અહુઝાથ અને પોતાના સેનાપતિ ફીકોલને પણ લાવ્યો.
26:27. ઇસહાકે તેમને પૂછયું, “તમે મને મળવા કેમ આવ્યા છો? પહેલા તો તમે માંરી સાથે મિત્રતા રાખતા નહોતા, તમે તો મને માંરા દેશમાંથી કાઢી મૂકયો હતો.”
26:28. તેઓએ જવાબ આપ્યો, “હવે અમે લોકોએ જાણ્યું છે કે, યહોવા તમાંરી સાથે છે. એટલે અમે ઈચ્છીએ છીએ કે, તમે અમાંરી સાથે કરાર કરો.
26:29. અમે લોકોએ તમાંરું કોઈ નુકસાન કર્યુ નહોતું, હવે તમાંરે સમ ખાવા જોઈએ કે, અમને લોકોને કોઈ નુકસાન કરશો નહિ. અમે લોકોએ તમને શાંતિથી સહીસલામત રીતે વિદાય કર્યા છે. અને હવે એ સ્પષ્ટ છે કે, યહોવાએ તમને આશીર્વાદ આપ્યાં છે.”
26:30. તેથી ઇસહાકે તેઓને મિજબાની આપી. બધાએ ખાધું ને પીધું.
26:31. બીજે દિવસે સવારે વહેલા ઊઠીને તેમણે અરસપરસ સમ ખાધા; પછી ઇસહાકે તેમને શાંતિથી વિદાય કર્યા. તેઓ ક્ષેમકુશળ મિત્રભાવે જુદા પડયાં.
1:1. વીસમા વર્ષના ચોથા નીસાન મહિનામાં રાજા આર્તાહશાસ્તાના રાજ્યમાં, જ્યારે રાજા ભોજન કરતો હતો ત્યારે દ્રાક્ષારસ લઇને મેં તેને આપ્યો. આ અગાઉ હું ઉદાસ ચહેરે રાજા સમક્ષ ગયો ન હતો.
1:2.તેથી, રાજાએ મને સવાલ કર્યો, “તું આવો ઉદાસ શા માટે દેખાય છે? તું માંદો તો લાગતો નથી, એટલે જરૂર તારા મનમાં કોઇ ભારે ખેદ હોવો જોઇએ.”આ સાંભળી હું બહુ ગભરાઇ ગયો.
1:3. છતાં મેં રાજાને જવાબ આપ્યો, “રાજા, ચિરંજીવ રહો; હું કેમ ઉદાસ ના હોઉં? કારણકે જે નગરમાં મારા પિતૃઓને દફનાવવામાં આવ્યાં છે તે ખંડેર થઇ ગયું છે, અને નગરના દરવાજા અગ્નિથી બળીને ભસ્મ થઇ ગયાઁ છે.”
1:4.રાજાએ મને પૂછયું, “તું મારી પાસેથી શું ઇચ્છે છે?”ત્યારે મેં આકાશના દેવને પ્રાર્થના કરી.
1:5. અને મેં રાજાને જવાબ આપ્યો, “જો તમે પ્રસન્ન હો અને તમને ઠીક લાગે તો મને યહૂદા જવાની રજા આપો. કારણકે હું તે શહેરને ફરીથી બાંધી શકું જ્યાં મારા પૂર્વજોને દફનાવ્યા હતા.”
1:6. રાજાની સાથે રાણી પણ હાજર હતી, રાજાએ મને કહ્યું, “ત્યાં તારે કેટલો સમય લાગશે? અને તું ક્યારે પાછો આવશે?”આમ મને જવા માટે રજા મળી ગઇ! મેં તેમની સાથે મારો જવાનો સમય નક્કી કર્યો!
1:8. દાનિયેલે પોતાના મનમાં નક્કી કર્યું કે, રાજાનું ભોજન કે, તેનો દ્રાક્ષારસ લઇને મારે મારી જાતને ષ્ટ કરવી નહિ. આથી તેણે આસ્પનાઝને વિનંતી કરી: મને ષ્ટ થવાની ફરજ ન પાડશો.
1:9. હવે જ્યારે દેવે કૃપા કરી છે અને આસ્પનાઝના હૃદયમાં દાનિયેલ પ્રત્યે માન હતું તેથી તેણે દાનિયેલ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી. અને તેને કહ્યું,
1:10. “મને રાજાની બીક લાગે છે. તેમણે તમારે શું ખાવું ને પીવું તે ન ક્કી કરી આપ્યું છે અને જો તેઓ જોશે કે, તમારી ઉંમરના બીજા છોકરાઓ કરતાં તમે શરીરે નબળા છો, તો તમે રાજા સમક્ષ મારું માથું ભયમાં મૂકી દેશો.”
1:11. ત્યારે દાનિયેલે, હનાન્યા, મીશાએલ અને અઝાર્યાની દેખરેખ માટે આસ્પનાઝે નીમેલા કારભારીને કહ્યું,
1:12. “તમે દશ દિવસ માટે આ પ્રમાણે અખતરો કરી જુઓ; અમને ફકત શાકાહારી ખોરાક અને પીવા માટે માત્ર પાણી આપો.
1:13. પછી જે યુવાનોને રાજાએ ઠરાવી આપેલો ખોરાક આપો તેમની સાથે અમારી સરખામણી કરો અને જે પ્રમાણે તમે જુઓ તે મુજબ અમારી સાથે વતોર્.”
1:14. આખરે ચોકીદારે તેમની અરજ સાંભળી અને દશ દિવસ તેમની કસોટી કરી.
2:10. ભવિષ્યવેત્તાઓએ રાજાને જવાબ આપ્યો, “આ પૃથ્વી ઉપર એવો કોઇ નથી, જે આપ જાણવા માંગો છો તે કહી શકે. કોઇ રાજાએ, મહારાજાએ, આજ સુધી કોઇ જાદુગર, કે, મંત્રવિદને આવો સવાલ પૂછયો નથી.
2:11. આપ અમારી પાસે જે જાણવા માંગો છો તે એવું મુશ્કેલ છે કે, દેવો સિવાય કોઇપણ કહી ન શકે. અને દેવો માણસોની વચ્ચે રહેતા નથી.”
2:12. આ સાંભળીને રાજા ઘણો ગુસ્સે થઇ ગયો. તેનો રોષ ભભૂકી ઉઠયો અને તેણે બાબિલના બધા સલાહકારોનો વધ કરવાની આજ્ઞા કરી.
2:13. આથી એવો હુકમ બહાર પાડવામાં આવ્યો કે, બધાં રાજકીય સલાહકારોની હત્યા કરવાની છે. અને તે મુજબ દાનિયેલને અને તેના સાથીઓને હત્યા કરવા માટે લઇ આવવા માણસો મોકલવામાં આવ્યા.
2:14. રાજાના અંગરક્ષકોનો વડો આર્યોખ બાબિલના વિદ્વાનોની હત્યા કરવા જતો હતો, ત્યારે દાનિયેલે ડહાપણ અને વિવેક વાપરીને તેની પાસે જઇને કહ્યું,
2:15. “સાહેબ, રાજાસાહેબે આવી કઠોર આજ્ઞા શા માટે કરી છે?”ત્યારે આર્યોખે તેને બધી વાત જણાવી.
2:16. તેથી દાનિયેલે રાજાની હાજરીમાં જઇને અરજ કરી કે, ‘આપ મને થોડો સમય આપો, તો હું તમને સ્વપ્ન અને તેનો અર્થ જણાવીશ.
22:15. પછી ફરોશીઓ ઈસુ જ્યાં ઉપદેશ આપતો હતો તે જગ્યા છોડી ચાલ્યા ગયા અને એક સભા બોલાવીને ઈસુને પ્રશ્નો દ્વારા ફસાવવાનું નક્કી કર્યુ.
22:16. તેથી ફરીશીઓએ કેટલાક માણસોને અને હેરોદીઓને ઈસુની પાસે મોકલ્યા. તેમણે ઈસુને પૂછયું, “ઉપદેશક, અમે જાણીએ છીએ કે, તું પ્રમાણિક છે અને કોઈની શેહશરમમાં આવ્યા વિના તું દેવના માર્ગ વિષે સાચું શિક્ષણ આપે છે. તારી પાસે બધાજ લોકો સરખા છે.
22:17. તો તું અમને કહે કે, કૈસરને કર આપવો તે શું ઉચિત છે? હા કે ના?”
22:18. ઈસુ એમનો ખરાબ વિચાર સમજી ગયા અને કહ્યું, “ઢોંગીઓ! તમે મને શા માટે ફસાવવા માંગો છો?
22:19. તમે જે સિક્કા દ્વારા કર ચૂકવો છો તે લાવીને મને બતાવો.” તેઓએ એક દીનાર લાવીને ઈસુને બતાવ્યો.
22:20. પછી ઈસુએ તેમને પૂછયું, “આ સિક્કા પર કોનું ચિત્ર છે? અને તેના ઉપર કોનું નામ લખેલું છે?”
22:21. પછી લોકોએ કહ્યું, “આના ઉપર કૈસરનું નામ છે અને તેનું જ ચિત્ર છે.”એટલે ઈસુએ તેઓને કહ્યુ, “જે કૈસરનાં છે તે કૈસરને આપી દો અને જે દેવનું છે તે દેવને આપી દો.”
5:33. યહૂદિ આગેવાનોએ આ શબ્દો સાંભળ્યા. તેઓ ઘણા ગુસ્સે થયા. તેઓએ પ્રેરિતોને મારી નાંખવા માટે યોજના કરવા માંડી.
5:34. ફરોશીઓમાંનો એક સભામાં ઊભો થયો. તેનું નામ ગમાલ્યેલ હતું. તે ન્યાયશાસ્ત્રી હતો, અને બધા જ લોકો તેને માન આપતા. થોડી મિનિટો માટે પ્રેરિતોને સભા છોડી જવા માટે કહેવા તેણે માણસોને કહ્યું.
5:35. પછી તેણે તેઓને કહ્યું, “ઈસ્ત્રાએલી માણસો, આ લોકો તમે જે કંઈ કરવા ધારો છો તે વિષે સાવધાન રહો.
5:36. યાદ કરો, જ્યારે થિયુદાસે બળવો કર્યો ત્યારે તેણે કહ્યું કે તે એક મહત્વનો માણસ હતો. આશરે 400 માણસો તેની સાથે જોડાયા. પણ તેને મારી નાખવામાં આવ્યો અને જે બધા તેને અનુસર્યા હતા તેઓ વેરવિખેર થઈને ભાગી ગયા. અને તેઓ કશું જ કરી શક્યા નહિ.
5:37. તે પછી, ગાલીલમાંથી યહૂદા નામનો માણસ આવ્યો. વસતિ ગણતરીનો સમય હતો ત્યારે તે બન્યું. તે શિષ્યોના એક સમૂહને દોરતો હતો. પરંતુ તે પણ માર્યો ગયો. અને તેના બધા શિષ્યો વિખેરાઈને નાસી ગયા.
5:38. અને તેથી હવે, “હું તમને કહું છું, “આ લોકોથી દૂર રહો. તેઓને એકલા છોડી દો. જો તેઓની યોજના જે મનુષ્યસર્જિત છે તો, તે નિષ્ફળ જશે.
5:39. પણ જો આ યોજના દેવ નિર્મિત હશે, તો તમે કોઇ તેઓને અટકાવી શકવાના નથી. ઊલટું તમે દેવની સાથે લડનારા મનાશો!” ગમાલ્યેલે જે કહ્યું તે સાથે યહૂદિ આગેવાનો સંમત થયા.
5:40. તેઓએ પ્રેરિતોને ફરીથી અંદર બોલાવ્યા. પ્રેરિતોને માર્યા અને ઈસુ વિષે ફરીથી લોકોને નહિ કહેવા તેઓને કહ્યું. પછી તેઓએ પ્રેરિતોને મુક્ત કર્યા.