4:6. પરંતુ તે તો વધુ ને વધુ કૃપા આપે છે. અને શાસ્ત્ર કહે છે કે; “જે લોકો અભિમાનીછે, તેઓની વિરૂદ્ધ દેવ છે. પરંતુ જેઓ વિનમ્ર છે તેઓના પર દેવની કૃપા છે.”
4:7. તેથી તમારી જાત દેવને સોંપી દો. શેતાનની સામા થાઓ, અને શેતાન તમારી પાસેથી નાસી જશે.
4:8. દેવની નજીક આવો અને દેવ તમારી પાસે આવશે. તમે પાપી છો. તેથી તમારા જીવનમાંથી પાપ દૂર કરો. તમે દુનિયા અને દેવ બંનેને એક સાથે અનુસરવા માગો છો. તમારી વિચારધારાને નિર્મળ બનાવો.
4:9. તમે ઉદાસ થાઓ, શોક કરો, અને રડો! તમારા હાસ્યને શોકમાં ફેરવો. તમારા આનંદને વિષાદમય બનાવો.
4:10. પ્રભુ આગળ દીન બનો, અને તે તમને મહાન બનાવશે.
2:3. તમે જે કંઈ કાર્ય કરો તે સ્વાર્થ અને અહંકાર પ્રેરિત ન કરશો. નમ્ર બનો અને બીજાને તમારા કરતા વિશેષ ઉત્તમ ગણો.
2:4. તમે દરેક પોતાના હિત પર જ નહિ, પણ બીજાઓના હિત પર પણ લક્ષ રાખો.
2:5. તમારા જીવનમાં તમારા વિચાર અને વર્તન ખ્રિસ્ત ઈસુ જેવાં હોવાં જોઈએ.
2:6. ખ્રિસ્ત પોતે દેવ જેવો હતો અને દેવ સમાન હતો. પરંતુ ખ્રિસ્ત દેવને સમાન હોવા છતાં તે સમાનતાને તે વળગી રહેવુ જરૂરી માનતો ન હતો.
2:7. પોતાનું દેવની સમકક્ષ હોવાનું સ્થાન તેણે છોડી દીધું. અને દાસ જેવા બનવાનું કબૂલ્યું. તે માનવ તરીકે જન્મ્યો અને દાસ જેવો બન્યો.
2:8. અને જ્યારે તે માનવ તરીકે જીવતો હતો, ત્યારે તે દેવ પ્રત્યે આજ્ઞાંકિત રહ્યો અને પોતાની જાતે વિનમ્ર બન્યો, તે વધસ્તંભ પર મરવાની અણી પર હતો છતાં પણ આજ્ઞાંકિત રહ્યો.
7:13. અને તેથી જ અમને દિલાસો મળ્યો.અમને ઘણો જ દિલાસો પ્રાપ્ત થયો અને અમને એ જોઈને ખરેખર વધુ આનંદ થયો. કે તિતસ ઘણો જ આનંદિત હતો. તમે બધાએ એને ખૂબ જ સારી લાગણી કરાવી.
7:14. તિતસ આગળ મેં તમારા વખાણ કર્યા હતાં. અને તમે સાબિત કરી આપ્યું કે હું સાચો હતો. બધી જ વસ્તુ અમે જે તમને કહી તે સત્ય હતી. અને તમે તે સાબિત કરી આપ્યું કે અમે જે બધી બડાશો તિતસ આગળ મારી હતી તે સાચી છે.
7:15. અને જ્યારે એ યાદ કરે છે કે તમે બધા પાલન કરવા તૈયાર છો ત્યારે તેનો તમારા પ્રત્યેનો પ્રેમ વધુ સુદૃઢ બને છે. તમે તેને માન અને ભયથી આવકાર્યો.
23:2. “યહૂદિ શાસ્ત્રીઓને તથા ફરોશીઓને મૂસાનો ઉ5દેશ તમને સમજાવવાનો અધિકાર છે.
23:3. તેથી એ લોકો જે કહે તે પ્રમાણે વર્તજો અને તેમની આજ્ઞાનું પાલન કરજો. પરંતુ તે લોકો જે કરે છે તે પ્રમાણે તમે ન કરતા. હું એટલા માટે કહું છું કે, તેઓ જે ઉપદેશ આપે છે તે પ્રમાણે તેઓ પોતે વર્તતા નથી.
23:4. તેઓ એવા કડક નિયમો બનાવે છે કે લોકોને પાળવા મુશ્કેલ પડે છે. તે બીજા લોકોને નિયમોનું પાલન કરવા અનુરોધ કરે છે પરંતુ તે લોકો તેમાંનો એક પણ નિયમ પાળવા પ્રયત્ન કરતા નથી.
23:5. “તેઓ સારા કામ એટલા માટે કરે છે કે લોકો તેઓને જુએ. તેઓ પવિત્ર દેખાવા માટે શાસ્ત્ર વચનોના શબ્દો સાથેની પેટીઓ લઈ લે છે અને સ્મરણપત્રોને પહોળા બનાવે છે અને પોતાના ઝભ્ભાની ઝૂલને લાંબી કરે છે જેથી લોકો તેમને ધર્માત્મા સમજે, જુએ.
23:6. આવા ફરોશીઓ અને શાસ્ત્રીઓને જમણવારોમાં મહત્વપૂર્ણ સ્થાન પ્રાપ્ત કરવાનું ગમે છે અને સભાસ્થાનોમાં મુખ્ય સ્થાને બેસવાનુ ગમે છે.
23:7. બજારમાં લોકો તેમને માન આપે તે તેમને ગમે છે અને લોકો તેમને ‘ગુરું’ કહીને બોલાવે તેવુ તે ઈચ્છે છે.
23:8. “પરંતુ તમે ‘ગુરું’ ન કહેવાઓ કારણ તમારો ગુરું તો એક જ છે અને તમે બધા તો ભાઈ બહેન છો.
23:9. તમારામાંથી કોઈને પણ આ પૃથ્વી પર ‘પિતા’ ન કહો કારણ તમારો પિતા તો એક જ છે અને તે આકાશમાં છે.
23:10. તમે ‘સ્વામી’ પણ ન કહેવાઓ, કારણ તમારો સ્વામી તો ફક્ત એક જ છે અને તે માત્ર ખ્રિસ્ત, જે તમારા સ્વામી છે.
23:11. તમારામાં મહત્વપૂર્ણ વ્યક્તિ એ હશે કે જે તમારો સેવક બનશે.
23:12. જે પોતાની જાતને બીજા કરતા ઊંચો કરશે તેઓને નીચા કરવામાં આવશે. અને જેઓ પોતાને નીચો કરશે તેઓને ઊંચા કરવામાં આવશે
.
5:6. તેથી દેવના સમર્થ હાથો નીચે પોતાને વિનમ્ર બનાવો પછી યોગ્ય સમયે તે તમને ઉચ્ચપદે મૂકશે.
8:9. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપાથી તમે જ્ઞાત છો. તમે જાણો છો કે દેવ સાથે ખ્રિસ્ત સમૃદ્ધ હતો; પરંતુ તમારા માટે તે દીન બન્યો. તેના દરિદ્રી થવાથી તમે સમૃદ્ધ બનો તેથી ખ્રિસ્તે આમ કર્યુ.
3:23. સઘળાએ પાપ કર્યુ છે તેથી દેવના મહિમા વિષે સઘળા અધૂરા છે.
3:24. દેવની કૃપાથી લોકોને દેવ સાથે ન્યાયી બનાવાય છે. અને તે વિનામૂલ્ય ભેટ છે. ઈસુ ખ્રિસ્ત જે આપણને પાપમાંથી મુક્ત કરે છે તેના દ્વારા આ પરિપૂર્ણ થાય છે.
3:12. દેવે તમને પસંદ કર્યા છે અને તમને તેના પવિત્ર લોકો બનાવ્યા છે. તે તમને પ્રેમ કરે છે. તેથી હમેશા આ વસ્તુઓ કરો: ધૈર્યવાન ને દયાવાન બનો, ભલાઈ કરો, દીન, નમ્ર, સહનશીલ બનો.
3:13. એકબીજાને સહન કરો, એકબીજાને માફ કરો. જો કોઈ વ્યક્તિ તમારી વિરુંદ્ધ કોઈ અનુચિત આચરણ કરે, તો તેને તમે માફ કરો. બીજા લોકોને માફ કરો કારણ કે પ્રભુએ તમને માફ કર્યા છે.
9:23. યહોવા કહે છે, “જ્ઞાનીએ પોતાના જ્ઞાનની કે બળવાને પોતાના બળની કે ધનવાને પોતાના ધનની બડાશ મારી અભિમાન કરવું જોઇએ નહિ.
9:24. પરંતુ તેઓ ફકત આ એક બાબતમાં અભિમાન કરે કે તેઓ મને સાચે જ ઓળખે છે અને સમજે છે કે હું નિષ્પક્ષ અને ન્યાયી યહોવા છું અને મારી પ્રીતિ અવિચળ છે કારણ કે આ જ મને પસંદ છે.” આ યહોવાના વચન છે