Bible verses on ‘FORGIVENESS’
January 18, 2022
Bible verses on ‘FEAR’
January 19, 2022
Show all

Bible verses on ‘GLORY’

ગીતશાસ્ત્ર પ્રકરણમાં 3:3

3:3. પણ, હે યહોવા, તમે મારી ઢાલ છો; તમે મારું ગૌરવ છો; શરમથી ઝૂકી ગયેલા મારા માથાને ફકત તમે જ ઉપર ઊઠાવી શકશો.

ઝખાર્યા પ્રકરણમાં 2:5

2:5. કારણ, યહોવા કહે છે કે, ‘હું પોતે જ તેની ફરતે અગ્નિનો કોટ બનીને રહીશ અને હું મહિમાપૂર્વક તેમાં વાસ કરીશ.'

યશાયા પ્રકરણમાં 60:1

60:1. હેયરૂશાલેમ, પ્રકાશી ઊઠ! તારા પર યહોવાનો મહિમા ઉદય પામ્યો છે ને તે ઝળહળી રહ્યો છે.

લૂક પ્રકરણમાં 2:32

2:32. તે જગતના લોકો માટે જ્યોતિ છે જે બીન યહૂદિઓને તમારો માર્ગ બતાવશે. તે ઈસ્ત્રાએલના લોકોનો મહિમા વધારશે.

2 કરિંથીઓને પ્રકરણમાં 3:9-10

3:9. મારું કહેવું આમ છે: કે સેવા લોકોને તેમના પાપના અનુસંધાનમાં મૂલવતી હતી, પરંતુ તે મહિમાવંત હતી. તેટલી જ નિશ્ચિતતાથી જે સેવા લોકોને દેવને અનુરુંપ બનાવે છે, તેનો મહિમા વધુ ઉત્કૃષ્ટ છે.
3:10. તે જૂની સેવાનો મહિમા છે. પરંતુ નવી સેવાના વધારે અધિક મહિમાવાન સાથે સરખાવતા તેના મહિમાનો ખરેખર છેદ થયો.

2 પિતરનો પત્ર પ્રકરણમાં 1:8

1:8. જો આ બધી બાબતો તમારામાં હોય અને તે વિકાસ પામતી રહે, તો આ બાબતો તમને ક્યારેય નિરુંપયોગી બનવા દેશે નહિ. આ બાબતો આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના જ્ઞાનમાં કદાપિ અયોગ્ય ઠરવા દેશે નહિ.

ગીતશાસ્ત્ર પ્રકરણમાં 84:11

84:11. કારણ કે યહોવા દેવ સૂર્ય તથા ઢાલ છે, યહોવા કૃપા તથા ગૌરવ આપશે; ન્યાયથી વર્તનારને માટે તે કંઇ પણ શ્રેષ્ઠ બાબત બાકી રાખશે નહિ.

યોહાન પ્રકરણમાં 17:22

17:22. મેં આ લોકોને તેં મને જે મહિમા આપ્યો હતો તે મેં આપ્યો જેથી આપણે જેમ એક છીએ તે પ્રમાણે તેઓ પણ એક થાય.

2 કરિંથીઓને પ્રકરણમાં 3:18

3:18. અને આપણા મુખ આચ્છાદિત નથી. આપણે સર્વ દેવનો મહિમા પ્રદર્શિત કરીએ છીએ. આપણે તેના જેવા થવા માટે પરિવર્તીત થયા છીએ. આ પરિવર્તન આપણામાં વધુ ને વધુ મહિમાનું પ્રદાન કરે છે. આ મહિમા પ્રભુ તરફથી આવે છે, જે આત્મા છે.

હિબ્રૂઓને પત્ર પ્રકરણમાં 2:10

2:10. દેવે સર્વસ્વ બનાવ્યું છે. અને તે પોતાના મહિમાને અર્થે બનાવ્યું છે. આ મહિમામાં ઘણા લોકો ભાગ લે તેવું દેવ ઇચ્છતો હતો. તેથી દેવને એક (ઈસુ) પરિપૂર્ણ તારનાર બનાવવો પડ્યો જે ઘણા લોકોને તેમના તારણ તરફ દોરી જાય છે. અને તે ઘણાને તે મુક્તિમાર્ગે દોરી ગયો. દેવે તે કર્યું.

2 તિમોથીને પ્રકરણમાં 2:10

2:10. તેથી આ બધી મુશ્કેલીઓ હું ધીરજપૂર્વક સ્વીકારું છું. દેવે પસંદ કરેલા બધા લોકોને મદદ કરવા ખાતર હું આ કરું છું. હું આ યાતનાઓ એટલા માટે સ્વીકારું છું. જેથી એ લોકોનું ખ્રિસ્ત ઈસુમાં તારણ થાય. તે તારણથી જે મહિના પ્રાપ્ત થાય છે તે અનંત છે.

1 શમુએલ પ્રકરણમાં 2:8

2:8. યહોવા જ એકલા ગરીબ લોકોને ધૂળમાંથી ઉપાડે છે અને તેમની મુશ્કેલીઓ દુર કરે છે. યહોવા જ તેમને રાજાઓની સાથે બેસાડે છે અને ઇચ્છા પ્રમાંણે બહુમુલ્ય આસનો અને સન્માંન આપે છે. આ આખી ધરતી યહોવાની પોતાની છે, તેના પાયાઓ સુધી, યહોવાએ તેના પર જગત ઉભુ કર્યું છે.

ગીતશાસ્ત્ર પ્રકરણમાં 73:24

73:24. તમારા બોધથી અને સલાહથી જીવનપર્યત તમે દોરવણી આપશો; અને પછી તમે તમારા મહિમામાં મારો સ્વીકાર કરશો.

નીતિવચનો પ્રકરણમાં 3:35

3:35. જ્ઞાનીઓને ગૌરવનો વારસો મળશે પરંતુ મૂખોર્ને અપકીતિર્ જ મળશે.

કલોસ્સીઓને પત્ર પ્રકરણમાં 3:4

3:4. ખ્રિસ્ત જ તમારું જીવન છે. જ્યારે તેનું પુનરાગમન થશે, ત્યારે તમે તેના મહિમાના સહભાગી બનશો.

1 પિતરનો પત્ર પ્રકરણમાં 5:10

5:10. હા, થોડા સમય માટે તમારે સહન કરવું પડશે. પરંતુ તે પછી, દેવ બધુંજ સાંરું કરશે. તે તમને શક્તિશાળી બનાવશે. તમારું પતન ન થાય તે માટે તમારો આધાર બની રહેશે. તે જ સર્વ કૃપાનો દેવ છે. તેણે તમને ખ્રિસ્તમાં પોતાના મહિમામાં સહભાગી થવા બોલાવ્યા છે. આ મહિમા સદાસર્વકાળ પર્યંત રહેશે.

2 થેસ્સલોનિકીઓને પ્રકરણમાં 2:1

2:1. ભાઈઓ અને બહેનો, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવવા વિષે અમારે કઈક કહેવાનું છે. જ્યારે આપણે તેની (ઈસુની) સાથે ભેગા થઈશું તે સમય વિષે અમારે તમને કહેવું છે.

રોમનોને પત્ર પ્રકરણમાં 4:17

4:17. શાસ્ત્રોમાં લખેલું છે એ પ્રમાણે; “મેં તને અનેક પ્રજાઓનો પિતા બનાવ્યો છે.”દેવની સાક્ષીએ આ વાત સત્ય છે. ઈબ્રાહિમે દેવ પર વિશ્વાસ કર્યો તે દેવ કે જે મૂએલાઓને સજીવન કરે છે, અને જે વસ્તુઓ કે ઘટનાઓ હજી સુધી બની નથી તેને પ્રગટ કરનાર છે.

રોમનોને પત્ર પ્રકરણમાં 8:18

8:18. હમણાં આપણે દુ:ખો સહન કરી રહ્યા છીએ. પરંતુ ભવિષ્યમાં આપણને જે મહિમા પ્રાપ્ત થવાનો છે તેની તુલનામાં આપણાં અત્યારનાં દુ:ખો કઈ જ નથી.

યશાયા પ્રકરણમાં 60:11-13

60:11. તારા દરવાજા સદાય ખુલ્લા રહેશે, રાતે કે દિવસે કદી બંધ થશે નહિ, જેથી તેમાં થઇને વિદેશી રાજાઓ પોતાની સમૃદ્ધિ લઇને આવે.
60:12. પરંતુ જે પ્રજા કે રાજ્ય તારી તાબેદારી સ્વીકારવાની ના પાડશે તેનો નાશ થશે, તે ખેદાનમેદાન થઇ જશે.
60:13. લબાનોનનાં ગૌરવરૂપ ચિનાર, સરળ અને સરુનું કિમતી લાકડું મારા પવિત્રસ્થાનની શોભા વધારવા, મારી પાદપીઠનો મહિમા કરવા તારી પાસે લાવવામાં આવશે.

1 કરિંથીઓને પ્રકરણમાં 15:43

15:43. કોઈ પણ પ્રકારના સન્માન વગર શરીરનું “રોપણ” કરવામાં આવે છે, પરંતુ મહિમા સાથે તે પુર્નજીવિત થાય છે. ‘રોપેલું’ શરીર નિર્બળ હોય છે, પરંતુ પુર્નજીવિત શરીર શક્તિશાળી હોય છે. શરીર જે ‘રોપેલું’ છે તે ભૌતિક છે, પરંતુ જે પુર્નજીવિત થયું છે તે શરીર આત્મિક છે.

1 થેસ્સલોનિકીઓને પ્રકરણમાં 2:19-20

2:19. તમે જ અમારી આશા, અમારો આનંદ, અને મુગટ છો જેના માટે ઈસુ ખ્રિસ્તના આવવાના સમયે તેની સમક્ષ અમને અભિમાન થશે.
2:19. ખરેખર તમેજ અમારો મહિમા અને આનંદ છો.

એફેસીઓને પત્ર પ્રકરણમાં 3:13

3:13. તેથી તમને હું કહું છું કે તમારા માટે જે વેદના થાય તેનાથી નાહિંમત કે નિરાશ ન થશો. મારી વેદના તમારા માટે મહિમા લાવે છે.

2 કરિંથીઓને પ્રકરણમાં 4:17

4:17. થોડા સમય માટે અત્યારે અમને સામાન્ય વિપત્તિઓ છે, પરંતુ આ વિપત્તિઓ અનંત મહિમા સદાય માટે પ્રાપ્ત કરવામાં અમને મદદરૂપ થાય છે. આ અનંત મહિમા મુશ્કેલીઓ કરતાં વધારે ઉન્નત છે.

રોમનોને પત્ર પ્રકરણમાં 8:18

8:18. હમણાં આપણે દુ:ખો સહન કરી રહ્યા છીએ. પરંતુ ભવિષ્યમાં આપણને જે મહિમા પ્રાપ્ત થવાનો છે તેની તુલનામાં આપણાં અત્યારનાં દુ:ખો કઈ જ નથી.

ગીતશાસ્ત્ર પ્રકરણમાં 73:24

73:24. તમારા બોધથી અને સલાહથી જીવનપર્યત તમે દોરવણી આપશો; અને પછી તમે તમારા મહિમામાં મારો સ્વીકાર કરશો.

1 પિતરનો પત્ર પ્રકરણમાં 5:1

5:1. હવે તમારા સમૂહના વડીલોને મારે કંઈક કહેંવું છે. હું પણ વડીલ છું. મેં પોતે ખ્રિસ્તની યાતનાઓ જોઈ છે. અને જે મહિમા આપણને પ્રગટ થનાર છે તેનો હું પણ ભાગીદાર છું, તેથી તેઓને વિનંતી કરું છું કે.

એફેસીઓને પત્ર પ્રકરણમાં 1:18

1:18. હું પ્રાર્થના કરું છું કે તમારા હૃદયમાં વિશિષ્ટ સમજણનો ઉદય થાય ત્યારે દેવે આપણને પ્રદાન કરવા જે આશા માટે બોલાવ્યા છે તેને તમે ઓળખી શકશો. તમે એ પણ જાણી શકશો કે દેવે તેના પવિત્ર લોકો માટે જે આશીર્વાદનું વચન આપ્યું છે તે સમૃદ્ધ અને મહિમાવંત છે.

યોહાન પ્રકરણમાં 17:22

17:22. મેં આ લોકોને તેં મને જે મહિમા આપ્યો હતો તે મેં આપ્યો જેથી આપણે જેમ એક છીએ તે પ્રમાણે તેઓ પણ એક થાય.

હોશિયા પ્રકરણમાં 9:11

9:11. ઇસ્રાએલની કીતિર્ પંખીની જેમ ઊડી જશે; તેમના સંતાનો જન્મ સમયે જ મૃત્યુ પામશે અથવા કોઇને ગર્ભ રહેશે નહિ.

1 પિતરનો પત્ર પ્રકરણમાં 1:24

1:24. પવિત્રશાસ્ત્ર કહે છે કે,“લોકો અમર નથી, તેઓ તો ઘાસ જેવા છે. અને તેઓનુ સઘળુ ગૌરવ ઘાસના ફૂલ જેવું છે." ઘાસ સુકાઈ જાય છે. અને ફૂલ ખરી પડે છે.

ગીતશાસ્ત્ર પ્રકરણમાં 49:17

49:17. તેઓ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે તેઓ સાથે કશુંય લઇ જઇ શકશે નહિ અને તેમનો વૈભવ તેમની પાછળ જવાનો નથી.

યશાયા પ્રકરણમાં 5:14

5:14. એથી શેઓલે અત્યંત ક્ષુધાથી પોતાનું મોં પહોળું કર્યુ છે, તેમાં કુલીન લોકો અને સામાન્ય લોકોનાં ખુશીથી કોલાહલ કરતાં ટોળાં હોમાઇ જશે.

યશાયા પ્રકરણમાં 21:16

21:16. પછી યહોવાએ મને એમ કહ્યું કે, એક જ વર્ષ જે ભાડે રાખેલા મજૂરોના કામના વર્ષ પ્રમાણે ગણતરી કરેલ છે, પૂરું થતાં જ કેદારની બધી જાહોજલાલીનો અંત આવશે.

2 કરિંથીઓને પ્રકરણમાં 3:18

3:18. અને આપણા મુખ આચ્છાદિત નથી. આપણે સર્વ દેવનો મહિમા પ્રદર્શિત કરીએ છીએ. આપણે તેના જેવા થવા માટે પરિવર્તીત થયા છીએ. આ પરિવર્તન આપણામાં વધુ ને વધુ મહિમાનું પ્રદાન કરે છે. આ મહિમા પ્રભુ તરફથી આવે છે, જે આત્મા છે.

નિર્ગમન પ્રકરણમાં 40:34

40:34. ત્યારબાદ મુલાકાતમંડપને વાદળે ઘેરી લીધો. અને યહોવાનું ગૌરવ મંડપમાં વ્યાપી ગયું.

ગીતશાસ્ત્ર પ્રકરણમાં 19:1

19:1. આકાશો દેવનાં મહિમા વિષે કહે છે. અંતરિક્ષ તેના હાથે સર્જન થયેલી અદ્ભુત વસ્તુઓ વિષે કહે છે.

નિર્ગમન પ્રકરણમાં 24:17

24:17. અને યહોવાનું ગૌરવ ઇસ્રાએલીઓને પર્વતની ટોચે સર્વભક્ષી અગ્નિ જેવું લાગ્યું.

1 રાજઓ પ્રકરણમાં 8:11

8:11. અને તેથી તેઓ સેવા ચાલુ રાખી શકે તેમ નહોતાં. આખા મંદિરમાં યહોવાનું ગૌરવ વ્યાપી ગયું હતું.

2 કરિંથીઓને પ્રકરણમાં 4:17

4:17. થોડા સમય માટે અત્યારે અમને સામાન્ય વિપત્તિઓ છે, પરંતુ આ વિપત્તિઓ અનંત મહિમા સદાય માટે પ્રાપ્ત કરવામાં અમને મદદરૂપ થાય છે. આ અનંત મહિમા મુશ્કેલીઓ કરતાં વધારે ઉન્નત છે.

1 કરિંથીઓને પ્રકરણમાં 1:31

1:31. તેથી જેમ શાસ્ત્રલેખ કહે છે, “જો કોઈ વ્યક્તિ અભિમાન કરે તો તે ફક્ત પ્રભુમાં જ અભિમાન કરે.”

2 કરિંથીઓને પ્રકરણમાં 10:17

10:17. પરંતુ, “જે વ્યક્તિ બડાઈ મારે છે તેણે પ્રભુમાં બડાઈ મારવી જોઈએ.”

ચર્મિયા પ્રકરણમાં 9:23-24

9:23. યહોવા કહે છે, "જ્ઞાનીએ પોતાના જ્ઞાનની કે બળવાને પોતાના બળની કે ધનવાને પોતાના ધનની બડાશ મારી અભિમાન કરવું જોઇએ નહિ.
9:23. પરંતુ તેઓ ફકત આ એક બાબતમાં અભિમાન કરે કે તેઓ મને સાચે જ ઓળખે છે અને સમજે છે કે હું નિષ્પક્ષ અને ન્યાયી યહોવા છું અને મારી પ્રીતિ અવિચળ છે કારણ કે આ જ મને પસંદ છે.” આ યહોવાના વચન છે.

ગીતશાસ્ત્ર પ્રકરણમાં 105:1-3

105:1. યહોવાનો આભાર માનો, તેના નામની સ્તુતિ કરો. તેમનાં કૃત્યો લોકોમંા પ્રસિદ્ધ કરો.
105:2. યહોવા સમક્ષ ગાઓ, તેનાં સ્તોત્ર ગાઓ; તેમનાં સર્વ ચમત્કારોનું મનન કરો અને સૌને તે જણાવો.
105:3. તમે યહોવાનાં પવિત્ર નામનું અભિમાન કરો; યહોવાની આરાધના કરનારાઓ આનંદ કરો.

હિબ્રૂઓને પત્ર પ્રકરણમાં 2:9

2:9. થોડા સમય માટે ઈસુને દૂતો કરતાં ઊતરતો બનાવ્યો હતો, પણ હવે આપણે તેને મહિમા અને માનનો મુગટ પહેરેલો જોઈએ છીએ કારણ કે તેણે મરણનું દુ:ખ સહન કર્યું અને દેવની દયાથી મરણનો અનુભવ સમગ્ર માનવજાત માટે કર્યો હતો.

2 પિતરનો પત્ર પ્રકરણમાં 1:16-18

1:16. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સાર્મથ્ય અને આગમન વિશે અમે તમને જણાવ્યું છે. તેના આગમન વિશે અમે તમને જણાવ્યું હતું. જે બાબત વિશે અમે તમને જણાવેલ તે લોકો દ્ધારા ઘડી કાઢવામાં આવેલી ચતુરાઈથી કલ્પેલી કહાણીઓ ન હતી. ના! અમારી પોતાની આંખો દ્ધારા અમે ઈસુની મહાનતા જોઈ.
1:17. ઈસુએ સૌથી મોટા ભવ્ય મહિમાની વાણી સાંભળી હતી. દેવ બાપ તરફથી જ્યારે ઈસુએ માન અને મહિમા પ્રાપ્ત કર્યો ત્યારે તેમ બન્યું. તે વાણીએ કહ્યું કે, “આ મારો વહાલો પુત્ર છે અને હું તેને ચાહું છું. તેનાથી હું ખૂબ પ્રસન્ન છું.”
1:18. અને અમે તે વાણી સાંભળી હતી. જ્યારે અમે પવિત્ર પર્વત પર ઈસુની સાથે હતા ત્યારે તે આકાશવાણી સાંભળી હતી.

યોહાન પ્રકરણમાં 13:31-32

13:31. જ્યારે યહૂદા બહાર ગયો, ઈસુએ કહ્યું, “હવે માણસના દીકરાએ તેનો મહિમા પ્રાપ્ત કર્યો છે અને માણસના દીકરા દ્વારા દેવ મહિમા પ્રાપ્ત કરશે.
13:32. જો દેવ તેના મારફત મહિમા પ્રાપ્ત કરે છે પછી દેવ પોતાના મારફત માણસના દીકરાને મહિમા આપશે.

યોહાન પ્રકરણમાં 1:1-24

1:1. જગતનો આરંભ થયા પહેલાંથી, તે શબ્દ ત્યાં હતો. તે શબ્દ દેવની સાથે હતો. તે શબ્દ દેવ હતો.
1:2. તે શરુંઆતમાં ત્યાં દેવની સાથે હતો. 1:3. તેના થી જ બધી વસ્તુઓ ઉત્પન્ન થઈ. તેના વિના કશું જ ઉત્પન્ન થયું નથી.
1:4. તેનામાં જીવન હતું. તે જીવન લોકો માટે પ્રકાશ હતો.
1:5. તે અજવાળું અંધકારમાં પ્રકાશે છે. અંધકારે પ્રકાશને જાણ્યો નથી.
1:6. ત્યાં એક યોહાન નામનો માણસ આવ્યો, તેને દેવે મોકલ્યો હતો.
1:7. યોહાન લોકોને પ્રકાશ વિષે કહેવા આવ્યો. યોહાન દ્વારા લોકો પ્રકાશ વિષે સાંભળી અને માની શકે.
1:8. યોહાન પોતે પ્રકાશ નહોતો. પણ યોહાન લોકોને પ્રકાશ વિષે કહેવા આવ્યો.
1:9. સાચો પ્રકાશ જગતમાં આવતો હતો. આજ ખરો પ્રકાશ છે જે બધા લોકોને પ્રકાશ આપે છે.
1:10. તે શબ્દ જગતમાં હતો જ. તેના દ્વારા જ જગતનું નિર્માણ થયું છે. પણ જગતે તેને ઓળખ્યો નહિ.
1:11. જે જગતમાં આવ્યો તે તેનું પોતાનું જ હતું. પણ તેના પોતાના લોકોએ જ તેનો સ્વીકાર કર્યો નહિ.
1:12. કેટલાક લોકોએ તેનો સ્વીકાર કર્યો. તેઓએ તેનામાં વિશ્વાસ કર્યો. જે લોકોએ તેનામાં વિશ્વાસ કર્યો હતો તેઓને તેણે કંઈક આપ્યું. તેણે તેઓને દેવનાં બાળકો થવાનો અધિકાર આપ્યો.
1:13. જેવી રીતે નાનાં બાળકો જન્મ છે તેવી રીતે આ બાળકો જન્મ્યા ન હતા. તેઓ માતાપિતાની ઈચ્છાથી કે યોજનાથી જન્મ્યા ન હતા. આ બાળકો દેવથી જન્મ્યા હતા.
1:14. તે શબ્દ એક મનુષ્ય થયો અને આપણામાં વસ્યો. આપણે તેનો મહિમા જોયો. જે ફક્ત પિતાના દીકરાનો જ મહિમા છે. તે શબ્દ કૃપા તથા સત્યતાથી ભરપૂર હતો.
1:15. યોહાને લોકોને તેના વિષે કહ્યું, યોહાને કહ્યું, “હું જેના વિષે કહેતો હતો તે એ જ છે.” મેં કહ્યું, ‘જે મારી પાછળ આવે છે તે મારા કરતાં પણ મોટો છે. તે મારી પહેલાનો હતો.”
1:16. તે શબ્દ (ખ્રિસ્ત) કૃપા અને સત્યથી ભરપૂર હતો, તેની પાસેથી આપણે બધા વધારે ને વધારે કૃપા પામ્યા.
1:17. મૂસા મારફતે નિયમશાસ્ત્ર આપવામાં આવ્યું. પરંતુ કૃપા અને સત્યતા ઈસુ ખ્રિસ્ત મારફતે આવ્યાં.
1:18. કોઈ પણ માણસે આજપર્યંત દેવને જોયો નથી, પરંતુ એકાકીજનિત દીકરો (ઈસુ) જ દેવ છે. તે પિતા (દેવની) ની ઘણી નજીક છે. દેવ કોના જેવો છે, તે દીકરાએ આપણને બતાવ્યું છે.
1:19. યરૂશાલેમના યહૂદિઓએ કેટલાક યાજકોને તથા લેવીઓને યોહાન પાસે મોકલ્યા. યહૂદિઓએ તેઓને યોહાનને પૂછવા માટે મોકલ્યા, “તું કોણ છે?”
1:20. યોહાન સ્પષ્ટ બોલ્યો. યોહાને ઉત્તર આપવાની ના પાડી નહિ, યોહાને સ્પષ્ટતાપૂર્વક કહ્યું, “હું ખ્રિસ્ત નથી.” યોહાને લોકોને આ વાત કહી.
1:21. યહૂદિઓએ યોહાનને પૂછયું, “તો પછી તું કોણ છે? તું એલિયા છે?”યોહાને ઉત્તર આપ્યો, “ના હું એલિયા નથી.”યહૂદિઓએ પૂછયું, “તુ પ્રબોધક છે?”યોહાને ઉત્તર આપ્યો, “ના હું પ્રબોધક નથી.”
1:22. પછી તે યહૂદિઓએ કહ્યું, “તું કોણ છે? અમને તારા વિષે કહે. જેથી અમને જેણે મોકલ્યા છે તેને અમે ઉત્તર આપી શકીએ, તું તારા માટે શું કહે છે?”
1:23. યોહાને તેઓને યશાયા પ્રબોધકના શબ્દો કહ્યા,“હું રાનમાં બૂમો પાડતી વ્યક્તિની વાણી છું;‘પ્રભુ માટે સીધો રસ્તો તૈયાર કરો.”‘ યશાય 40:3
1:24. આ યહૂદિઓને ફરોશીઓમાંથી મોકલવામાં આવ્યા હતા.

પ્રેરિતોનાં ક્રત્યો પ્રકરણમાં 3:13

3:13. ના! દેવે જ તે કર્યું છે! તે ઈબ્રાહિમનો, ઈસહાકનો તથા યાકૂબનો દેવ છે. તે આપણા બધા પૂર્વજોનો દેવ છે. તેણે તેના વિશિષ્ટ સેવક ઈસુને મહિમા આપ્યો છે. પણ તમે ઈસુને મારી નાખવા સુપ્રત કર્યો, પિલાતે ઈસુને છોડી મૂકવાનો નિર્ણય કર્યો હતો. પણ તમે પિલાતને કહ્યું કે તમારે ઈસુની જરુંર નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *