3:16. દરેક શાસ્ત્ર ઇશ્વરપ્રેરિત છે. લોકોના જીવનમાં ક્યાં ખોટું થાય છે તે બતાવવા અને બોધ આપવા દરેક શાસ્ત્ર ઉપયોગી છે. ભૂલો સુધારવા અને ન્યાયી જીવન જીવવાના શિક્ષણમાં ભૂલો સુધારવા દરેક શાસ્ત્ર ઉપયોગી છે.
3:17. શાસ્ત્રોનો ઉપયોગ કરીને જે વ્યક્તિ દેવની સેવા કરશે, તે બધાજ સારા કાર્યો કરવા માટે પૂરેપૂરો સુસજજ થશે.
15:4. ભૂતકાળમાં જે બધું લખવામાં આવ્યું હતું તે આપણને ઉપદેશ આપવા અને આપણામાં આશા ઉપજાવવા લખાયું હતું. આપણને ઉદ્ધારની આશા મળે એ માટે એ બધું લખાયું હતું, શાસ્ત્રો આપણને જે ધીરજ અને શક્તિ આપે છે તેમાંથી આશા જન્મે છે.
1:2. યહોવાના નિયમશાસ્ત્રથી તેઓ આનંદ માણે છે, રાત દિવસ યહોવાનાં વચનોનું જે મનન કરે છે; અને યહોવામય જીવન જીવવાં વિચાર્યા કરે છે.
6:33. પણ પહેલા તમે દેવના રાજ્યને તથા તેના ન્યાયીપણાને શોધો, તો તે પણ તમને આ બધી જ વસ્તુઓ આપશે.
5:16. તેથી ઈસુ વારંવાર એકાંત સ્થળોએ જતો જેથી એકાંતે પ્રાર્થના કરી શકતો.
1:35. બીજી સવારે, ઈસુ ઘણો વહેલો ઉઠ્યો. જ્યારે અંધારું હતું ત્યારે ઈસુએ ઘર છોડ્યું. તે એકાંત જગ્યાએ એકલો પ્રાર્થના કરવા ગયો.
1:36. પાછળથી, સિમોન અને તેના મિત્રો ઈસુની શોધમાં નીકળ્યા.
1:37. તેઓએ ઈસુને શોધ્યો અને કહ્યું, ‘બધા જ લોકો તારી રાહ જોઈ રહ્યા છે!’
1:38. ઈસુએ જવાબ આપ્યો, ‘આપણે બીજી કોઈ જગ્યાએ જવું જોઈએ. આપણે અહીંના આજુબાજુના બીજાં ગામોમાં જઇએ, હું તે સ્થળોએ પણ ઉપદેશ આપી શકુ તે માટે આવ્યો છું.’
119:48. હું તમારી આજ્ઞાઓ પાળવા મારા હાથ ઊંચા કરીશ, હું તેને ચાહું છું અને હું તેના વિશે મનન કરું છું.
143:5. હું ભૂતકાળનાં વષોર્ સ્મરું છું; તે વખતે તમે મહિમાવંત ચમત્કારો કર્યા હતાં; તેનું મનન કરું છું.
37:4. યહોવા સાથેના તારા સબંધોનો આનંદ માણ; ખાતરી રાખ કે તારા હૃદયની ઇચ્છાઓ તેના (યહોવા) દ્વારા પૂર્ણ થશે.
1:8. એ નિયમ શાસ્ત્ર તારા મોંમાંથી જાય નહિ પણ રાતદિવસ તારે એનું મનન કરવાનું છે જેથી એમાં જે લખેલું છે તેનું તું કાળજીપૂર્વક પાલન કરી શકે: કારણકે તો જ તું સફળ થશે અને સમૃદ્ધિ પામશે.
12:11. દેવનું કાર્ય કરવાની જરૂર હોય ત્યારે તમે આળસુ ન થાઓ. અને જ્યારે દેવની સેવા કરો ત્યારે પૂર્ણ આધ્યાત્મિક ઉત્સાહ સાથે કરો.
12:1. હેભાઈઓ તથા બહેનો, હું તમને વિનંતી કરું છું કે હવે તમે કઈક કરો. દેવે આપણા પ્રત્યે પુષ્કળ દયા દર્શાવી છે. તેથી દેવની દયાની ખાતર તમે તમારા શરીરોનું જીવતું, પવિત્ર તથા દેવને પસંદ પડે એવું અર્પણ કરો. તમારું અર્પણ માત્ર પ્રભુ અર્થે જ થાય, અને તેથી દેવ પ્રસન્ન થશે. તમારું અર્પણ દેવની સેવાનો આધ્યાત્મિક માર્ગ છે.
46:10. દેવ કહે છે, “લડાઇ બંધ કરો, નિશ્ચૈ જાણો, કે હું દેવ છું, સવેર્ રાષ્ટો મારો આદર કરશે. અને હું પૃથ્વી પર સૌથી મહાન માનવામાં આવીશ.”
6:31. ઈસુ અને તેના શિષ્યો ઘણી ભીડવાળી જગ્યાએ હતાં. અને ત્યાં ઘણા બધા લોકો હતા. ઈસુ અને તેના શિષ્યોને ખાવાનો સમય પણ ન હતો. ઈસુએ તેના શિષ્યોને કહ્યું, ‘મારી સાથે આવો આપણે એકાંત માટે શાંત જગ્યોએ જઈશું. ત્યાં આપણે થોડો આરામ કરીશું.’
10:9. બીજે દિવસે આ ત્રણે માણસો યાફા નજીક આવ્યા. આ સમયે, પિતર ઘરના ધાબા પર પ્રાર્થના કરવા જતો હતો. લગભગ બપોરનો સમય હતો.
40:31. પરંતુ યહોવા પર વિશ્વાસ રાખનારાઓને નવું બળ મળી રહે છે. તેઓ ગરૂડના જેવી પાંખો ઉપર ઊડે છે; તેઓ દોડે છે પણ થાકતા નથી, તેઓ આગળ ને આગળ ધપતા રહે છે, કદી હારતા નથી કે નથી નિર્ગત થતા.
22:29. મારા બાપે મને એક રાજ્ય આપ્યું છે. હું પણ તમને મારી સાથે શાસનનો અધિકાર આપું છું.
103:1. હેમારા આત્મા, યહોવાની સ્તુતિ કર! હા સંપૂર્ણ હૃદયથી દેવનાં પવિત્ર નામને આશીર્વાદ આપ.
103:2. હે મારા આત્મા, યહોવાની સ્તુતિ કરો! ભૂલીશ નહિ, તેઓ અદભૂતકાર્યો તારા ભલા માટે કરે છે.
103:3. તારાં સઘળાં પાપ તે માફ કરે છે; અને તારાં સર્વ રોગ મટાડે છે.
103:4. અનંત નાશમાંથી તે તને છોડાવી લે છે અને પ્રેમભરી ભલાઇ અને કૃપાથી નવાજે છે.
103:5. તારા જીવનને તે ઉત્તમ વસ્તુઓથી ભરી દે છે; જેથી તારી યુવાની ગરૂડની જેમ તાજી કરાય છે.
103:6. જેઓ જુલમથી હેરાન થયેલા છે, તે સૌને માટે એ યહોવા ન્યાયનાં કામ, ને ચુકાદા કરે છે.
103:7. મૂસા તથા ઇસ્રાએલનાં લોકો સમક્ષ તેમણે તેમના માગોર્ અને તેમના કાર્યો પ્રગટ કર્યા હતા.
103:8. યહોવા દયાળુ અને ક્ષમાશીલ છે. તે દયા તથા પ્રેમથી ભરપૂર છે, પણ તે ગુસ્સે થવામાં ધીમાં છે.
103:9. યહોવા હંમેશા ટીકા કરતાં નથી, અને તે કદીય સદાને માટે ગુસ્સામાં રહેતા નથી.
103:10. તેઓ આપણા પાપ પ્રમાણે આપણી સાથે નથી ર્વત્યા. તેમણે આપણને આપણા અન્યાયી કાર્યો પ્રમાણે શિક્ષા કરી નથી.
103:11. કારણ તેના ભકતો પરની તેની કૃપા જેટલું આકાશ પૃથ્વીથી ઊંચુ છે તેટલી છે.
103:12. પૂર્વ જેટલું દૂર છે પશ્ચિમથી, એટલાં દૂર કર્યા છે આપણાં પાપ તેમણે આપણાથી.
103:13. જેમ પિતા પોતાના સંતાનો પર દયાળુ છે; તેમ યહોવા પોતાના ભકતો પર દયાળુ છે.
103:14. કારણકે તે જાણે છે બંધારણ આપણું; માત્ર ધૂળ છીએ આપણે એવું તે સંભારે છે.
103:15. આપણા જીવનનાં દિવસો ઘાસ જેવા છે, અને તે ફૂલની જેમ ટૂંકા અને થોડા છે.
103:16. પવન તેના પર થઇને વાય છે, અને તે ઊડી જાય છે; અસ્તિત્વની નિશાની રહેતી નથી, અને તે નષ્ટ થઇ જાય છે.
103:17. પણ યહોવાની કૃપા તેમના ભકતો પર અનાદિકાળથી તે અનંતકાળસુધી છે. અને તે તેનું ન્યાયીપણું તેના બીજા વંશજોને સર્વદા બતાવવાનું ચાલુ રાખશે.
103:18. જેઓ તેમનો કરાર અનુસરે છે; અને તેમની આજ્ઞાઓનું પાલન કરે છે તે સર્વ પર તે કૃપા કરે છે.
103:19. દેવે આકાશમાં રાજ્યાસન સ્થાપ્યું છે; અને ત્યાંથી તે સર્વ ઉપર શાસન ચલાવે છે.
103:20. તેમના હુકમનો અમલ કરનારાં અને તેમની આજ્ઞાઓને સાંભળનારા તેના સમર્થ દૂતો, તમે યહોવાને ધન્યવાદ આપો.
103:21. હે યહોવાનાં સૈન્યો તમો બધા, જે તેમના સેવકો છો તે જે ઇચ્છે છે તે કરો છો, તેમની સ્તુતિ કરો!
103:22. યહોવાનાં રાજ્યમાં સર્વત્ર તેમનાં ઉત્પન્ન કરેલા છે; હે મારા આત્મા તેમની સ્તુતિ કર; દેવની સ્તુતિ કર!